English
Gujarati



અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦
સંપર્ક
Latest News


ખાસ સમાચાર

સાયન્સ સિટીની વિશ્વ વલ્ડઁ વેટ્લેન્ડ ડે ઉજવણીઃ
બાળકો, શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓને આપણા જૈવિક વૈવિધ્યમાં વલ્ડઁ વેટ્લેન્ડ , જલીય છોડ, પ્રાણીઓ અને પક્ષીઓને મહત્વ અંગે અનેક પ્રવૃતિઓ અને વૈજ્ઞાનિક કાર્યક્રમો સાથે ૨ જી ફ્રેબુઆરી ૨૦૦૬ ના રોજ ગુજરાત સાયન્સ સિટી પરિષદે વિશ્વ વલ્ડઁ વેટ્લેન્ડ દિનની ઉજવણી કરી. ઉજવણીનો વિષય હતો. ભૂમિ અને પાણીઃ જીવનને સમર્થન, આજીવિકા ટકાવી રાખવી

ગુજરાત સાયન્સ સિટીમાં લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીઃ
વિધાર્થીઓ તેમજ આમ જનતામાં નવાં જ્ઞાન અને જાગૃતિનો ફેલાવો કરતા વિજ્ઞાન અને પ્રૌધોગિકીનાં મહત્વના ક્ષેત્રો અંગે ગુજરાત સાયન્સએ સિટી લોકપ્રિય વિજ્ઞા વ્યખ્યાનની શ્રેણી શરૂ કરી છે.

વિજ્ઞાન બાબતોઃ
ગુજરાત સાયન્સ સિટીએ સ્ટેમ સેલ્સ એકસાઈટિંગ પોસિબિલીટીઝ વિષય પર ૩૧ મી જુલાઈ ૨૦૦૬ ના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજયું હતું ભારત સરકાર વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના પૂર્વ સલાહકાર શ્રી નરેન્દ્ર કે. સેહગલે ઓડિટોરિયમમાં આ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.

ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પીઆડ અંગે સંરક્ષણ કાર્યક્રમઃ
ધોરણ ૧૧ અને ૧૨ ના હોશિયાર વિધાર્થીઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પીઆડ અંગે ગુજરાત સાયન્સ સિટીએ ચાર દિવસનો સંરક્ષણ કાર્યક્રમ ૧ લી થી ૪ થી સપ્ટેમ્બર ૨૦૦૬ દરમિયાન યોજયો હતો

આ કાર્યક્રમનો હેતુ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિઆડ માટે એસ.એસ.સી. પરીક્ષાના ટોચના વિધાર્થીઓને માહિતગાર કરવાનો છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટના પ્રાપ્ત કરવા તાતા ઈન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈના વિજ્ઞાનના શિક્ષણ માટેનું હોમી ભાભા ઈન્સ્ટીટયુટ દર વર્ષે આનું આયોજન કરે છે.

વિજ્ઞાનનો આનંદ અંગે લોકપ્રિય વિજ્ઞાન વ્યખ્યાનઃ
ગુજરાત સાયન્સ સિટીએ શોધોનો આનંદ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યખ્યાન યોજયું હતું. આ વ્યાખ્યાન ૨ જી સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે ઓડિટોરિયમ માં ભાવનગરની મધ્યસ્થ મીઠા અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા (CSMCRI) ના મહાનિયમામક ડો. પુષ્પીતોકુમાર ધોષે આપ્યું હતું.

આ શ્રેણીના ત્રીજા વ્યાખ્યાનનું શીર્ષક વિજ્ઞાનની બાબતો હતું. તેનો હેતું મૂળભૂત વિજ્ઞાનની આકર્ષક દુનિયા અંગે યુવાન વિધાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને મિડિયા વ્યકિતઓમાં જાગૃતિ લાવવાનો અન તેમનું ભવિષ્ય આશાસ્પદ બનાવવાનો હતો. આ શ્રેણી વિધાર્થીઓ તેમજ આમ જનતામાં નવાં જ્ઞાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિજ્ઞાન અને પ્રૌધોગિકીના મહત્વનાં ક્ષેત્રોનો વિષયો અંગે છણાવટ કરે છે.

વિજ્ઞાન જાસૂસઃ વિજ્ઞાનનો સત્ય શોધવા ઉપયોગઃ
ગુજરાત સાયન્સ સિટીએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ શનિવારે બપોર ૩-૦૦ વાગ્યે ઓડિટોરિયમ ૧ માં ફોરેંસીક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરના નિયમામક . જયંત એમ. વ્યાસે, વિજ્ઞાનનો સત્ય શોધવા ઉપયોગ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન આપ્યુ હતું.

આ વ્યાખ્યાન વિજ્ઞાનની બાબતો ના શીર્ષકવાળી શ્રેણીમાં ચોથું છે. તેનો હેતુ મુળભૂત વિજ્ઞાનની આકર્ષક દુનિયા અને તેના આશાસ્પદ ભવિષ્ય અંગે યુવાન વિધાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને મિડિયા વ્યકિતઓમાં જાગૃતિ લાવવાનો છે.

આ વસ્તુને ડીએનએ કહે છે. અંગે પાંચમું લોકપ્રિય વિજ્ઞાન પ્રવચનઃ
ગુજરાત સાયન્સ સિટીએ ૩૦ મી ઓકટોમ્બર, ૨૦૦૬ ના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે ઓડિટોરિયમ માં

હૈદ્દાબાદી એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટીટયુટના સંશોધન નિયમક પદ્મશ્રી ડી. બાલાસુબ્રમણ્યનું આ વસ્તુને ડી.એન.એ. કહે છેે. પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજયુ હતું.

વિશ્વ એઇડઝ્ દિનની ઉજવણીઃ
એઇડઝ્ ગંભીર રોગ છે. તેને ફેલાતો અટકાવવાનું કામ મારૂ, તમારૂ, અને આપણું છે. આ વિષય ૧ લી ડિસેંમ્બર, ૨૦૦૬ ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવનાર વિશ્વ એઇડઝ્ દિનનો છે. દુનિયાએ એઇડઝ્ સામે ગંભીરતાપૂર્વક લડત આપવાનું શરૂ કર્યું છે.

વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની પ્રવૃતિઓઃ

ગુજરાત સાયન્સ સિટીએ ન્યુટન નિયન વિજ્ઞાનની ત્રણ ખોટી માન્યતાઓ અંગેનું વ્યાખ્યાન
૨૭ મી જાન્યુઆરી ૨૦૦૭ ના શનિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ઓડિટોરિયમમાં યોજયું હતું. આ વ્યાખ્યાન તાતા ઈન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR), મુંબઈના હોમી ભાભા વિજ્ઞાન શિક્ષણના નિયામક પ્રો. અરવિંદ કુમારે આપ્યું હતું.

વિજ્ઞાન અંગે સ્પષ્ટીકરણઃ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવવા વિજ્ઞાન, પ્રૌધોગિકી અને સમાજ અંગે સ્પષ્ટીકરણ

વિજ્ઞાન અને અરાજકતાની કલાઃ
ગુજરાત સાયન્સ સિટીએ ૨૬ મી માર્ચે ૨૦૦૭, ગુરૂવારે બપોરે ૩-૦૦ વાગ્યે ઓડિટોરિયમ માં વિજ્ઞાન અને અરાજકતાની કલા અંગે લોકપ્રિય વિજ્ઞાન અને વ્યાખ્યાન યોજયું હતું. આવ્યાખ્યાન ઈન્સ્ટીટયુટ ફોર પ્લાઝમા રીસર્ચ, ભાટ, ગાંધીનગરના સહ પ્રાધ્યાપક ડો. અમિતા દાસે આપ્યું હતું.

ચંદ્ર પર અંતરીક્ષ મિસનની ઉત્તેજનાઃ
ગુજરાત સાયન્સ સિટીએ ૩૧ મી મે ૨૦૦૭, ગુરૂવારે બપોરે ૩-૦૦ વાગ્યે ઓડિટોરિયમમાં ચંદ્ર પર અંતરીક્ષ મિસનની ઉત્તેજના અંગે લોકપ્રિય વિજ્ઞાન અને વ્યાખ્યાન યોજયુ હતું. આ વ્યાખ્યાન ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અને અકાદમીનો માનદ વૈજ્ઞાનિક અને ઈસરો ના ચંદ્રાયન મિસનના વૈજ્ઞાનિક સલાહકાર જૂથના સભ્ય પ્રો. નરેન્દ્ર ભંડારીએ આપ્યું હતું.

સ્ટેમ સેલનની અજાયબી દુનિયાઃ
ગુજરાત સાયન્સ સિટીએ ૨૬ મી જૂન ૨૦૦૭, મંગળવારે બપોરે ૩-૩૦ વાગ્યે ઓડિટોરિયમમાં સ્ટેમ સેલની અજાયબી દુનિયા અંગે લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન યોજયું હતું. ઈન્સ્ટીટયુટ ફોર કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદના નિયમાક ડો. એચ.એલ. ત્રિવેદીએ આ વ્યાખ્યાન આપ્યુ હતું.

કામ પરના માણસોઃ
ગુજરાત સાયન્સ સિટીએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરી હતી

લોકપ્રિય વિજ્ઞાન લેખન અને દષ્ટાંતોઃ
ગુજરાત સાયન્સ સિટીએ માધ્યમિક શાળાનાં બાળકો માટે લોકપ્રિય વિજ્ઞાન લેખન દષ્ટાંતો અંગે કાર્યશાળા યોજી હતી.

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથકે દરરોજ ગુજરાત સાયન્સ સિટીથી રવાના થવાનો સમય ૨૧ મી જુલાઈ ૨૦૦૭ થી શરૂ થયો છે.

ગુજરાત સાયન્સ સિટી લોકપ્રિય વિજ્ઞાન શ્રેણી અગ્નિ દેવતાની સ્તૃતિ,

પ્રાદેશિક વિજ્ઞાન કોગ્રેંસ બાળદિને શરૂ થાય છે.

સાયન્સ સિટીમાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષકો માટે રાજય કક્ષાની તાલીમ શિબિર
રાજયના ભૌતિક વિજ્ઞાનના શિક્ષકો માટે નવો શિબિર કાર્યક્રમ ...

સાયન્સ એકસ્પો, ૨૦૦૮

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન, ૨૦૦૮
[તા.૨૫ મી થી ૨૯ મી ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ યોજાયો.]
વિષયઃ ગ્રહ પૃથ્વીને સમજો

સમાચાર ના પ્રકાર
ખાસ સમાચારઃ
જીવન અને આરોગ્ય
અંતરીક્ષ મથક
પર્યાવરણ
બીજા સમાચાર
વિજ્ઞાન સમાચાર